શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (12:41 IST)

શ્રીલંકામાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન બાદ સુરક્ષામાં વધારો, દેશમાં કર્ફ્યૂ

sri lanka
હાલમાં શ્રીલંકામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા અધિકારીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યાં હતા
હાલમાં શ્રીલંકામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા અધિકારીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યાં હતા
ભારતના પડોશી દેશ શ્રીલંકામાં લગભગ બે વર્ષ પહેલાં આર્થિક સ્થિતિ બગડ્યા બાદ જોરદાર દેખાવો થયા હતા. શનિવારે દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું.
 
શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના થોડાક કલાકો બાદ જ દેશભરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. દેશમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય 
લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આમ કરવામાં આવ્યું છે.
 
હાલમાં શ્રીલંકામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા અધિકારીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીથી સામે આવશે કે લોકો શ્રીલંકાની હાલની સરકારે જે રીતે અર્થવ્યવસ્થાને સંભાળી છે 
તેનાથી ખુશ છે કે નહીં.
 
ડેટા પ્રમાણે ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેકૉર્ડ 38 ઉમેદવારો મેદાનમાં છે. વર્તમાન રાનિલ વિક્રમસિંઘે સહિત શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોસ્ટલ વોટનાં પ્રારંભિક 
 
પરિણામો દર્શાવે છે કે અગ્રણી ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકા આગળ છે. પોસ્ટલ બૅલેટ બાદ શનિવારે પેપર બેલેટની ગણતરી કરવામાં આવશે.