ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 10 ફેબ્રુઆરી 2009 (15:42 IST)

ખોટો જવાબ આપી બન્યો કરોડપતિ !

ફિલ્મ સ્લમડોગ ફસાઇ વિવાદમાં

IFM

ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત તથા બહુચર્ચિત ફિલ્મ સ્લમડોગ મિલેનિયરમાં ખોટો જવાબ આપી નાયકને કરોડપતિ બનાવી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં આ ફિલ્મ વિવાદમાં ઘસડાઇ છે. ડેનીબોયલની આ ફિલ્મમાં રહી ગયેલી આ ભારે ભુલ તરફ મુંબઇના જાણીતા ફિલ્મ સમીક્ષક, પત્રકાર, લેખક રાજીવ શ્રીવાસ્તવે કર્યો છે.

ફિલ્મના નાયક એવા ઝુંપડપટ્ટીના બાળકને કરોડપતિના એક શોમાં પ્રશ્ન પુછવામાં આવે છે કે, દર્શન આપો ઘનશ્યામ...પંકિત કોની છે? જેના જવાબમાં તે સૂરદાસનું નામ જણાવે છે અને તેના જવાબને સાચો બતાવી કરોડપતિનો એવોર્ડ આપવામાં આવે છે. જોકે વાસ્તવમાં આ પંકિતઓ બિહારના પ્રસિધ્ધ ગીતકાર ગોપાલસિંહ નેપાળીએ લખી છે અને 1957માં બનેલી નરસી ભગત ફિલ્મમાં ગીતમાં ગાઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મ ભારતના નિવૃત થયેલા સનદી અધિકારી વિકાસ સ્વરૂપની નવલકથા ક્યૂ એ પર આધારિત છે. રાજીવ શ્રીવાસ્તવે આ ભુલ અંગે વિકાસ સ્વરૂપને પણ ઇ-મેળ મોકલ્યો હતો. સામે પક્ષે તેમણે આ ભુલ સ્વીકારી હતી પરંતુ કહ્યું હતું કે, આ ભુલને તેમની નવલકથા સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે, આ પંકિતઓ નરસી ભગત ફિલ્મનું ગીત છે.