શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 7 માર્ચ 2010 (18:39 IST)

ઈંગ્લેન્ડે ભારતને 3-2 થી હરાવ્યુ

ભારતે ત્રણ મિનિટોના અંતરાલમાં બે ગોળ ફટકારતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પૂલ-બી મેચમાં પુનરાગમન કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો પરંતુ ઈંગ્લેંન્ડે મેજબાન ટીમના આકરા પડકાર પર શનિવારે રાત્રે 3-2 થી કાબૂ મેળવતા હીરો હોન્ડા એફઆઈમેચ હોકી વિશ્વકપ ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પ્રવેશ કરી દીધો.

ઈંગ્લેન્ડના આ સતત ચોથી જીત છે અને તે 12 અંકો સાથે વિશ્વકપના સેમીફાઈનલમાં પ્રવેશ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત પોતાના ત્રીજા પરાજય સાથે હવે પાંચમા અને છઠ્ઠા સ્થાનની હરીફાઈમાંથી બહાર થઈ ગયું છે. ભારતના ચાર મેચોમાં માત્ર ત્રણ અંક છે અને તેણે પોતાના અંતિમ મેચ સોમવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાનું છે.