ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2023 (17:42 IST)

11 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, આશ્રમ રોડની હોટલ હયાત રેજન્સીમાં પહોંચ્યા

Pak. team in Ahmedabad
Pak. team in Ahmedabad
Arrival of Pakistan Cricket Team in Ahmedabad - ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચના પગલે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી છે. સવારે 10:30 વાગ્યે હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા,



રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને આઇબીના અધિકારીઓ સાથે તેઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી.ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. પાકિસ્તાનની ટીમ બપોરે 3.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે રવાના થયા હતા. ત્યારે પાકિસ્તાનની ટીમ 4.30 વાગ્યે હયાત હોટલ પહોંચ્યા હતા.

છેલ્લે 2012માં ગુજરાતમાં ભારત પાકિસ્તાનની મેચ રમાઈ હતી. જેમાં ભારતના કેપ્ટન એમએસ ધોની અને પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ હાફિઝ હતા. ગુજરાતના અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ દાવ લઈ 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી 181 રન કર્યા હતા. મેચમાં ભારતનો 11 રને વિજય થયો હતો. જે મેચમાં યુવરાજ સિહં 36 બોલમાં 7 સિક્સ મારી 72 રન કટકાર્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાકિસ્તાની તરફથી કેપ્ટન મોહમ્મદ હફિઝે 26 બોલમાં 3 સિકર મારીને 55 રન કર્યા હતા.