રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (14:32 IST)

ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ, મંદિરમાં ગજરાજોનું આગમન

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાને લઇને ગુજરાત હાઇકોર્ટે રોક લગાવ્યા બાદ મંદિરના અધિકારીઓએ મંગળવારે મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મહંત દિલીપ દાસજી મહારાજએ કહ્યું હતું કે 143મી રથયાત્રાના સામાન્ય માર્ગ પર નિકાળવામાં નહી આવે.
 
બીજી તરફ આજે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં 11 ગજરાજોનું આગમન થયું હતું. ત્રણ ગજરાજોને આસામમાંથી લાવવામાં આવ્યા છે. આસામથી લાવવામાં આવેલા ગજરાજોને બલરામ, જાનકી, સુભદ્રા નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાગણમાં મુકવામાં આવ્યા છે. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લેશે.
 
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. લોકોને આજે  ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થઈ શકે છે. વર્ષમાં માત્ર એક જ વખત ભગવાનના સોનાના વસ્ત્રો સાથે દર્શન થતા હોય છે. કોરોના સંક્રમણને લઈને ભક્તોના પ્રવેશ પર મંદિરમાં પ્રતિબંધ છે.
 
 અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નિકળવાની છે. આ વર્ષે રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ ફરશે. મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે મંદિરમાં પોલીસ બંદોબસ્તનું રિબર્સલ કરાયું છે. મંદિરને બેરિકેટથી કોર્ડન કરવામાં આવ્યુ છે. મંદિરમાં દર્શન માટે બેરેક પણ બનાવાયા છે.
 
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને ઘરે બેસી મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને રથયાત્રા નહીં કાઢવાનો મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાના કારણે ગુજરાત હાઇકોર્ટે 23 જૂને નિકળનાર રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા 143મી રથયાત્રા નાના સ્તરે આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. મોટાપાયે રથયાત્ર ન કાઢીને ફક્ત મંદિર પરિસરની અંદર જ રથયાત્રા કાઢવામાં આવશે.