શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ચૈત્ર નવરાત્રી ઘટ સ્થાપના મુહુર્ત

P.R


હુ ત્રણ નેત્રોવાળી દુર્ગા દેવીનુ ધ્યાન કરુ છુ, તેમના શ્રી અંગોની પ્રભા વીજળી સમાન છે. તેઓ સિંહના ખભા પર બેસી છે. અને ભયંકર પ્રતિત થઈ રહી છે, હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ અને તર્જની મુદ્રા ભગવતીએ ધારણ કરેલ છ.

જેમની સેવામાં અનેક દિવ્ય કન્યાઓ તલવાર અને દાન હાથમાં લઈને ઉભી છે અને તેમનુ સ્વરૂપ અવિનમય છે તે ચંદ્રમાંના મુકુટ ધારણ કરેલ છે. આ રીતે શોભાયમાન દેવીને નમસ્કાર કરી નવરાત્રિમાં ઘટ સ્થાપના શુભ મુહુર્તમાં કરવુ જોઈએ. ભગવતી દરેક મનોરથને જરૂર પૂર્ણ કરે છે.

ચોઘડિયા મુજબ ઘટસ્થાપનાનું મુહુર્ત :

બ્રહ્મ મુહુર્ત 4.30 થી 06.00 અમૃત, સવારે 06.00 થી 07.30 શુભ, સવારે 10.30થી 12.00 લાભ, બપોતે 12.00 થી 01.30 અમૃત, સાંજે 04.30 થી 06.00 શુભ, સાંજે 06.00 થી રાત્રે 07.30 સુધી અમૃત અને રાત્રે 10.30 થી 12.00 વાગ્યા સુધી લાભનુ ચોઘડિયુ રહેશે.

લગ્ન અનુસાર ઘટસ્થાપનાનુ મુહુર્ત :

બ્રહ્મમા મેષ લગ્ન 04.50 થી 06.23 સુધી, વૃષભ-લગ્ન 06.23 થી 08.04 સુધી, મિથુન-લગ્ન 08.04 થી 10.03 સુધી, સિંહ લગ્ન બપોરે 12.16 થી 02.32 સુધી, કન્યા-લગ્ન 02.32 થી 04.43 સુધી, વૃશ્ચિક-લગ્ન સાંજે 06.58 થી રાત્રે 09.08 સુધી, ઘન-લગ્ન 09.08 થી રાત્રે 11.23 સુધી અને મોડા પૂજા કરનારાઓ માટે કુંભ-લગ્ન રાત્રે 01.28 થી 02.15 સુધી.