શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:27 IST)

સુરક્ષા કારણોથી અમદાવાદ એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોથી 30 જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરાઈ છે. પેસેન્જરોને મુકવા કે લેવા એરપોર્ટ આવતા સગા સંબંધીઓ હવે ટર્મિનલ બિલ્ડિંગમાં જઈ નહીં શકે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર સુરક્ષાને પગલે વિઝિટર પાસની સુવિધા બંધ કરી દેવામાં આવે છે.કર્મચારીઓની ઘટ તેમજ એન્જિન સમસ્યાના પગલે ફ્લાઈટની ઘટનો સામનો કરી રહેલી ગોએર એરવેઝની કેટલીક ફ્લાઈટો મંગળવારે પણ રદ કરાઈ હતી જેમાં અમદાવાદની પણ 3 ફ્લાઈટ રદ કરાઈ હતી. અમદાવાદ ઇન્દોર, અમદાવાદ લખનઉ તેમજ લખનઉ અમદાવાદ ફ્લાઈટ સામેલ છે. આ ઉપરાંત કતાર એરવેઝની દોહાથી અમદાવાદ આવતી ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર 7 કલાકથી વધુ મોડી અમદાવાદ આવી હતી. જેના પગલે અમદાવાદથી પણ આ ફ્લાઈટ 7 કલાકથી વધુ મોડી ઉપડી હતી. અમદાવાદ આવતી જતી 25 જેટલી ફ્લાઈટો 1 કલાકથી 7 કલાક સુધી મોડી પડી હતી. એર ઈન્ડિયાની મુંબઈ-અમદાવાદ, અમદાવાદ મુંબઈ 3 કલાકથી વધુ અને અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ 2 કલાકથી વધુ મોડી પડી હતી.