1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 માર્ચ 2020 (16:17 IST)

ફેસબુકમાં લોભામણી લાલચ આવી અને વૃદ્ધે 48 હજાર ગુમાવ્યા

food Order Online Fraud
અમદાવાદના વસ્ત્રાપુરનો કિસ્સો શહેરીજનો માટે ચોંકાવનારો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને ઓનલાઈન છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. આ વૃદ્ધ પોતાની પત્ની માટે ઓનલાઈન ભોજન ઓર્ડર કરી રહ્યાં હતાં ત્યારે બેંક ખાતામાંથી 48 હજાર રૂપિયા ઉપડી ગયાં. આ વૃદ્ધે ફેસબૂક પર લોભામણી જાહેરાતની લિંક પર ક્લિક કરતાં જ તેમના મોબાઈલમાં એક ઓટીપી આવ્યો. આ ઓટીપી લીંક કરવાની સાથે જ બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું.