શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. મારુ ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2024 (08:18 IST)

ઉત્તરાયણ પૂર્ણ થઈ હોવા છતાં વડોદરામાં પતંગની દોરીથી બાઈક ચાલક યુવાનનું ગળું કપાયુ

vipul
- ઉત્તરાયણ પૂર્ણ થઈ હોવા છતાં  યુવાનનું ગળું કપાયુ
- વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં.
-પતંગ રસીયાઓ હજુ પણ પતંગો
 
 
ઉત્તરાયણનો દિવસ વિત્યાને પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે.તે છતાંય સુરત શહેરમાં કેટલાંક લોકો ધારદાર દોરીથી પતંગો ચગાવી રહ્યા છે.આજે મકરપુરામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ ગયું હતું. ધારદાર દોરીથી ગળું કપાતા મોટી માત્રામાં લોહી વહ્યું હતું. શરીરમાંથી લોહી વહી જતાં યુવાન સ્થળ પર ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
 
નોકરી જતાં યુવકનું પતંગની દોરીથી ગળુ કપાયું
પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં.આ દરમિયાન અચાનક તેમના ગળામાં પતંગની દોરી ભરાતા તેઓ બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે તરત જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. વિપુલ પટેલના ગળામાં દોરી આવતા જતાં લોહી વહેવા લાગ્યું હતું. સ્થાનિકોએ આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હતી. 108ના કર્મચારીઓએ વિપુલ પટેલને હોસ્પિટલમાં રવાના કર્યા હતાં.  
 
ઉત્તરાયણ પૂરી થવા છતાં લોકો પતંગ ઉડાવી રહ્યાં છે
આ વર્ષે પણ શહેર પોલીસ તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું હતું. આમ છતાં, કેટલાંક પતંગ રસીયાઓએ  ચાઇનીઝ દોરીથી પતંગો ઉડાવીને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ પર્વને પંદર દિવસ વિતી ગયા હોવા છતાં કેટલાંક પતંગ રસીયાઓ હજુ પણ પતંગો ઉડાવી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર બાદ તાર અને ઝાડ ઉપર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ જાણે આ વર્ષે આ પ્રકારની કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.