ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. મારુ ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (17:50 IST)

વડોદરામાં મિત્રએ લાલચ આપી અને શખસે યુવકને છરીથી રહેંસી નાંખ્યો

murder in vadodara news
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક પાસે આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ યુવકની હત્યા કરનાર આરોપી પોલીસ સકંજામાં છે અને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ હત્યામાં આરોપીના મિત્રએ આરોપીને કહ્યું હતું કે, નિઝામનું કાસળ કાઢી નાંખ, તારી લોન હું ભરી દઈશ. આવી લાલચમાં આવી આરોપીએ યુવકની હત્યા કર્યાનું ખુલ્યું છે. બીજી તરફ પૈસાની લેતીદેતીનો મામલો છે કે કોઈ પ્રેમ પ્રકરણ તે દિશામાં પણ હાલમાં તપાસ ચાલી રહી છે. ACP જી.બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગત 7 તારીખે મોહમ્મદ નિઝામ પઠાણની હત્યા કાશમઆલા કબ્રસ્તાન પાસે કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી ગુલઝાર કે જે રિક્ષા ચલાવે છે અને તેને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. ગઈકાલે અટકાયત બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પૂછપરછ દરમિયાન ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30 હજાર રૂપિયા ઉધાર માગ્યા હતા.આ દરમિયાન મૃતક યુવકે ગુલઝારને લાફો માર્યો હતો. જેની અદાવત રાખી તેણે રેકી કરી હતી અને બાદમાં હત્યા કરી હતી. આરોપી ગુલઝાર રિક્ષા ભાડે ચલાવે છે અને મૃતક યુવકની પેડલ રિક્ષા પાસે પોતાની રિક્ષા મૂકી રેકી કરી મોકો મળતા ગ્લોઝ, માસ્ક અને છરી વડે હત્યા કરી નાખી હતી. આરોપી ગુલઝાર દેવામાં ડૂબી જતાં પૈસા માગતો હતો અને હત્યારા ગુલઝારને કોઈએ સોપારી આપી હોવાની વાત સામે આવી છે.