બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (11:25 IST)

કુલભૂષણ જાધવને પાકિસ્તાન આજે કૉન્સ્યુલર એક્સેસ આપશે

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાન સરકાર આજે સોમવારે કૉન્સ્લયુલર એક્સેસ આપશે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ હજુ સુધી ભારત તરફથી પાકિસ્તાન સરકારના કૉન્સ્યુલર એક્સેસના પ્રસ્તાવનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
2017માં પાકિસ્તાનની એક સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ યાદવને ફાંસીની સજા બાદ આ પ્રથમ વખત કૉન્સ્યુલર એક્સેસ આપવામાં આવી રહ્યું છે.
 
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે જાધવને 'રાજકીય સંબંધો પર વિયેના કન્વેન્શન અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિયમો તેમજ પાકિસ્તાનના કાયદા અનુસાર' રાજકીય સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.