મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (11:08 IST)

Manasi Joshiમાનસી જોશી : એ ગુજરાતણ, જેમણે પગ ગુમાવ્યો પણ હિંમત નહીં

Mansi joshi
રાજકોટના માનસી જોશીએ BWF પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો છે.
ગોલ્ડ જીત્યા પછી માનસીએ કહ્યું કે 'મારી આકરી મહેનત સફળ થઈ છે.'
માનસી જોશીએ 2011માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.
તેમ છતાં તેઓ હિંમત હાર્યાં નહોતાં અને પોતાની સફળતા માટે મહેનત કરતાં રહ્યાં.
30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ નવ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે.