ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (10:40 IST)

નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું

નાસાના મૂન મિશને ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું છે અને નાસાએ તેની તસવીરો જાહેર કરી છે.
 
ભારતના ચંદ્રયાન-2 મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર પહોંચતાં જ વિક્રમ લૅન્ડરનો ઇસરો(ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
 
મિશન નિષ્ફળ ગયા બાદ ઇસરો, નાસા તથા અન્ય સ્પેસ રિસર્ચ એજન્સીઓએ તેની તપાસ હાથ કરી રહી હતી.
 
નાસાએ વિક્રમ લૅન્ડરની બે તસવીરો જાહેર કરી, જેમાં ચંદ્રની સપાટી પર અનેક ડિસ્ટર્બન્સ જોવા મળ્યાનો દાવો કર્યો છે. નાસાએ જણાવ્યું હતું કે, "ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરનો કાટમાળ પડવાના કારણે ત્યાંની જમીન ઉપર ગાબડાં પડી ગયાં છે."
 
ભારતનું ચંદ્રયાન-2 મિશન 3 સપ્ટેમ્બરે લૉન્ચ થયું હતું.
 
ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઊતરવાનું હતું, જ્યાં હજુ સુધી દુનિયાનો કોઈ પણ દેશ નહોતો પહોંચી શક્યો.