1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (14:10 IST)

ચંદ્રયાન-2 ને લઈને ISRO એ કર્યુ ટ્વિટ, લૈડર વિક્રમનુ લોકેશન મળી ગયુ

ચંદ્રયાન-2 ને લઈને મોટા સામચાર સામે આવ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ISRO) એ સૌથી મોટો ખુલાસો કર્યો છે. લૈંડર વિકર્મની લોકેશ6સની જાણ થઈ ચુકી છે.  ઈસરો માટે આ સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2ના લૈડર વિક્રમની લૈંડિગ ચંદ્રમા પર 7 સપ્ટેમ્બરના મોડી રાત્રે 1.55 પર થવાની હતી. પણ ચંદ્રમા પર લૈંડિંગથી 2.1 કિમી પહેલા જ લૈંડરનો સંપર્ક ઈસરો સેંટર પરથી તૂટી ગયો હતો. 
 
જો કે બીજા જ દિવસે એ સમાચારથે આખા દેશમાં ખુશીની લહેર દોડી ગઈ. જ્યારે ઈસરો ચીફે સિવનને જણાવ્યુ કે વિક્રમ લૈંડર ઓર્બિટમાં હાજર છે. 
 
તેમણે એ પણ કહ્યુ કે ઓર્બિટરે લૈંડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. બીજી બાજુ આન લઈને હવે ઈસરોએ એક ટ્વીટ પણ કર્યુ છે. 

 
ISRO એ મંગળવારે સવારે એક ટ્વીટ કર્યુ જેમા કહેવામાં આવ્યુ હતુ કે વિક્રમનુ લોકેશન મળી ગયુ છે.   પણ હજુ તેની સાથે સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.  ઈસરો તરફથી કહેવામાં આવ્યુ છેકે લૈંડર સાથે સંપર્ક સ્થાપિત કરવાની દરેક શક્ય કોશિશ કરવામાં આવી રહી છે. 
 
થોડુ નમી ગયુ છે લૈંડર વિક્રમ - ઈસરો મુજબ ચંદ્રયાન 2 નુ લૈડર વિકમ એકદમ સુરક્ષિત છે. ઈસરો તરફથી બતાવાયુ છેકે લૈંડર સહી સલામત છે. પણ થોડુ નમી ગયુ છે. 
 
સોફ્ટને બદલે હાર્ડ થઈ લૈંડિંગ - ઈસરોના અધિકારીઓ મુજબ બીજા  ઓર્બિટર થી જે થર્મલ ઈમેજ સામે આવી છે તેનાથી માહિતી મળે છે કે લૈંડરને હાર્ડ લૈંડિગ કરી છે અને પોતાની લોકેશનના નિકટ છે. 
 
સૌર ઉર્જા દ્વારા ચાર્જ થઈ રહ્યુ છે વિક્રમ -  અધિકારીએ જણાવ્યુ , લૈંડર સિંગલ પીસમાં ત્યા હાજર છે અને તેમા કોઈ તૂટ ફૂટ નથી થઈ. આ ટિલ્ટ પોઝિશન ક હ્હે. લૈંડર હજુ પાવર જનરેશન અને સોલર પૈનલ્સની મદદથી બેટરીનુ રિચાર્જ કરી શકે છે.