શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (10:21 IST)

ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

હવામાનવિભાગે બે દિવસ (6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર) દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાનવિભાગની વેબસાઇટને ટાંકીને 'ઇન્ડિયા ટુડે'એ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 'ભારેથી બહુ ભારે' ભારે વરસાદ ખાબકી શકે છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર 'વરસાદને પગલે દરિયો તોફાની હોવાની ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે.'
આ દરમિયાન છેલ્લાં દસ વર્ષના વરસાદની 100 ટકા સરેરાશને આ વર્ષે વટાવી દેવાઈ છે. આ વખતે રાજ્યમાં સરેરાશ 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પડ્યો છે.
તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષ સારું રહ્યું છે અને એક પણ જિલ્લો એવો નથી રહ્યો કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી હોય.