સંબંધિત સમાચાર
- સબરીમાલા મંદિર કેસ - શુ છે 1500 વર્ષ જૂની પરંપરા, મહિલાઓને કેમ નથી મળતો પ્રવેશ
- સબરીમાલા વિવાદ પર બોલ્યા અમિત શાહ - ભક્તો સાથે અડગ ઉભી રહેશે BJP
- ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીમાં સપડાયોઃ લાખો લોકોની રોજી ઉપર સવાલ
- ગુજરાતમાં ફરીવાર મગફળી કાંડ જેવો મોટો કાંડ થયા હોવાની વાત સામે આવી
- સુરતમાં BRTS બસની અડફેટે રાહદારીનુ મોત નિપજતા લોકો વિફર્યા
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદની આગાહી
હવામાનખાતાની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને સમુદ્રથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
વરસાદ મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં વરસી શકે છે. આ પહેલાં બુધવારે પણ બનાસકાંઠાના કેટલાંક વિસ્તારો, અમરેલી અને બોટાદ જિલ્લામાં વીજળીઓ ચમકી હતી અને હળવો વરસાદ પડ્યો હતો.