ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 મે 2021 (14:38 IST)

અજય દેવગનની દ્ર્શ્યમના બનશે બીજો ભાગ પેનોરમા સ્ટૂડિયો ખરીદ્યા રાઈટસ

Drishyam
અજય દેવગન અભિનીત ફિલ્મ દ્ર્શ્યમ ખૂબ પસંદ કરાઈ હતી અને આજે પણ સેટેલાઈટ ચેંલ્સ પર સારી ટીઆરપી આ ફિલ્મને મળે છે. અજયના ફેંસ અને આ ફિલ્મને પસંદ કરનાર માટે ખુશખબરી આ છે કે ફિલ્મનો બીજો ભાગ દ્ર્શ્યમ2 બનવા જઈ રહ્યો છે. 
 
દ્ર્શ્યમ મલયાલમ ફિલ્મનો રીમેક હતો. એક્ટર મોહનલાલને લઈને બીજો ભાગ તાજેતરમાં બનાવ્યો છે જેને ઓટીટી પ્લેટફાર્મ પર જોવાશે. હવે હિંદીમા તેનો બીજો ભાગ બનાવશે. 
 
પેનોરમા સ્ટૂડિયોજ ઈંટરનેશનલએ હિંદી રીમેકના રાઈટ્સ ખરીદ્યા છે. પેનોરમા સ્ટૂડિયોજના કુમાર મંગતએ કહ્યુ દ્ર્શ્યમ 2 ની સફળતા પછી અમે આ ફિલ્મનો બીજો ભાગ હિંદીમાં બનાવવા પ્રતિબદ્ધ છે.