રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (11:17 IST)

સૈફ અલી ખાનની આ ટેવથી પરેશાન છે કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર બૉલીવુડના મોસ્ટ પૉપુલર કપલમાંથી એક છે. સૈફ અલી ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ તાનાજીની તૈયારીમાં વ્યસ્તા છે તો કરીના કપૂર રેડિયો શો વ્હાટ વૂમન વાનંટ શોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં કરીના તેમની બેસ્ટ ફ્રેડ અમૃતા અરોડાની સાથે કોમલ નહાટાના ચેટ શોમાં પહોચી. 
 
જ્યાં કરીનાએ તેમના પતિ સૈફ અલી ખાનની એક ટેવ વિશે ખુલાસો કર્યું. તેણે જણાવ્યું કે સૈફની કઈ ટેવથી તે સૌથી વધારે ખિજાય છે. 
 
કરીના કપૂરએ જણાવ્યું કે સૈફને તેનાથી વધારે ફૂટ મસાજથી પ્રેમ છે. સૈફ દુનિયામાં ક્યાં પણ જાય તેને દરેક જગ્યા ફુટ મસાજ જોઈએ. ભલે તે એયરક્રાફ્ટમાં હોય. એયરપોર્ટ લાંજ હોય, સૈફ ત્યાં પહેલા હશે જે ફૂટ મસાજ કરાવશે અને કહેશે ચાલો હા પગ દબાવી દો. 
 
આ શોમાં કરીનાથી જ્યારે પૂછાયું કે તે સારાને ડેટ લઈને શું સલાહ આપશો. તેને કહ્યું કે ક્યારે પણ તમારા પહેલા હીરોને ડેટ ન કરવું કરીના કપૂર અને સારા અલી ખાન એક બીજાથી ખૂબ ફ્રેડલી છે. બન્ને એકબીજાને ફ્રેડની જેમ જ સમજે છે. 
 
કરીના કપૂર ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ ગૂડન્યૂજની શૂટિંગમાં વ્યસ્ત છે. તેની સાથે તે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખતમાં પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.