1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (14:46 IST)

શિલ્પા શેટ્ટીનો પરિવાર ફરી વિવાદમાં: 21 લાખની લોન ન ચૂકવવાનો આરોપ, અભિનેત્રી, બહેન શમિતા અને માતા સુનંદા સામે સમન્સ જારી

shilpa shetty  family in controvercy
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પરિવાર સાથે જોડાયેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. મુંબઈની અંધેરી કોર્ટે અભિનેત્રી, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી સામે સમન્સ જારી કર્યું છે. મુંબઈના એક બિઝનેસમેને શેટ્ટી પરિવાર વિરુદ્ધ 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કર્યો છે.
 
પિતાએ 21 લાખની લોન લીધી હતી
આ કેસમાં ઓટોમોબાઈલ એજન્સીના માલિક પરહદ અમરા નામના વેપારીએ ત્રણેય વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં કાનૂની પેઢી મેસર્સ વાય એન્ડ એ લીગલ મારફતે રૂ. 21 લાખની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. બિઝનેસમેને દાવો કર્યો હતો કે શિલ્પાના દિવંગત પિતાએ 2015માં 21 લાખ રૂપિયા ઉછીના લીધા હતા