શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 17 ડિસેમ્બર 2018 (14:32 IST)

#Taimur 2 વર્ષના તૈમૂરએ આ વાતમાં પીએમ મોદીને પણ આપી ટક્કર

કરીના કપૂરના નવાબજાદા તૈમૂર અલી ખાન જલ્દી જ 2 વર્ષના થઈ જશે. 20 ડિસેમ્બરએ તૈમૂરનો બર્થડે છે. તૈમૂર તેમની ફોટા અને વીડિયોના કારણે ફેંસના વચ્ચે ખૂબ પૉપ્યુલર છે. આખું દેશ તૈમૂરની ક્યૂટનેસનો દીવાનો છે. તેના કારણે તૈમૂરનો બર્થડેથી પહેલા જ એક શાનદાર ગિફ્ટ મળી ગયું છે. 
અત્યારે જ યાહૂની સૌથી વધારે ચર્ચામા રહેનાર ભારતીય પર્સનેલિટીની લિસ્ટ રજૂ કરી છે. આ લિસ્ટમાં 2 વર્ષના તૈમૂરનો નામ પણ શામેલ કરાયું છે. ખાસ વાત આ છે કે પૉપ્યુલર સેલિબ્રીટીની આ લિસ્ટમાં તૈમૂરના પેરેંટસ કરીના અને સૈફને જગ્યા નથી મળી. 
 
જણાવીએ કે તૈમૂરની આ લિસ્ટમાં શામેલ થઈ પીએમ મોદીને કડી ટક્કર આપી છે. આ લિસ્ટમાં પીએમ મોદીનો નામ પહેલા નંબર પર છે. તેમજ તમૂરને આ લિસ્ટમાં 10મો સ્થાન મળ્યું છે. તૈમૂર આટલી ઓછી ઉમ્રમાં જ તેમના પૉપ્યુલિરીટીથી દેશના પ્રધાનમંત્રીને ટક્કર આપી રહ્યુ છે. ખબર મુજબ તૈમૂરની એક ફોટા 1500 રૂપિયાની વેચાય છે. 
તૈમૂરની પૉપ્યુલિરીટીની ચલતા માર્કેટમાં તેમના નામનો સોફ્ટ ટૉય પણ આવી ગયું છે. જણાવીએ કે આ લિસ્ટમાં બીજા સ્થાન પર કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ત્રીજા સ્થાને પૂર્વ મુખ્ય ન્યાયધીશ દીપક મિશ્રા, ચોથા સ્થાને વિજય માલ્યા, પાંચમા સ્થાને નીરવ મોદી અને છ્ઠ્ઠા સ્થાને મીટૂના આરોપમાં ઘેરાયેલા એમજે અકબર છે. 
 
વર્ષ 2018માં જે લોકો ચર્ચામાં છે તેમાં એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયર અને એક્ટ્રેસ શ્રીદેવીનો પણ નામ શામેલ છે. તેમજ સલમાન ખાન સૌથી વધારે સર્ચ કરનાર સેલેબ્રિટી બન્યા છે. સર્ચ કરતામાં સિંગર અને પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ પણ બીજા નંબર પર રહ્યા છે.