શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 16 મે 2020 (12:31 IST)

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલી 26 સગર્ભામાંથી 23 કોરોના પોઝિટિવ

એક તરફ પ્રસૂતિ સહિતની કેટલીક સારવાર માટે મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલમાં મહત્તમ મહિલાઓનો ધસારો  જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલા પ્રસુતી માટે દાખલ થયેલી 26 મહિલાઓનો પૈકી 23 સગર્ભા મહિલા કોરોના સંક્રમીત મળી આવતાં તંત્રએ તત્કાલ આ મહિલાઓને એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં વધુ નવા 261 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મૃત્યુ થયા હતા. 15 દિવસ બાદ મોતની સંખ્યા ઘટી છે. છેલ્લે 29 એપ્રિલે 12 મોત નોંધાયા હતા તે પછી શુક્રવારે 14 મૃત્યુઆંક થયો છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં સૌથી વધુ 29 કેસ કુબેરનગરમાંથી મળી આવ્યા છે.

ખાડિયામાંથી 17, ઈસનપુરમાં 12, અસારવામાં 11, મણિનગરમાં 22, નવા વાડજમાં 10, નરોડામાં 12, વાસણામાં 11 જયારે દાણીલીમડા-જમાલપુરમાંથી 11-11 કેસ નોંધાયા હતા. એસવીપીના વધુ એક રેસિડેન્ટ ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રસૂતિ માટે દાખલ થયેલી 26 જેટલી મહિલાઓનો ટેસ્ટ કરવામા આવ્યો હતો. જે પૈકી 23 મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. શારદાબેન હોસ્પિટલે આ સ્થિતિમાં તમામ કોરોના પોઝિટિવ મહિલાઓને એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.