ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2022 (09:19 IST)

ગુજરાતમાં વધુ 737ને કોરોના, 14 દિવસમાં 8 હજારથી વધુ કેસ

corona india
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારાનો ક્રમ જારી રહ્યો છે અને સળંગ બીજા દિવસે ૭૦૦થી વધુ નવા કેસનો આંક સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 737 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાથી એક મૃત્યુ થયું છે. જુલાઇના  14 દિવસમાં જ રાજ્યમાંથી કુલ 8458  વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.
 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૨૯૯-ગ્રામ્યમાંથી 7 સાથે સૌથી વધુ 306 નવા કેસ નોંધાયા હતા.અમદાવાદમાંથી જુલાઇના 14  દિવસમાં કુલ 3704 વ્યક્તિને કોરોના સંક્રમણ થયું છે. 

 
 ત્રીજી લહેર બાદ ગઈકાલે કોરોનાનાં કેસની સદી થયા બાદ આજે આંકડો વધીને 115  નો થયો હતો. રાજકોટ શહેરમાં 15 અને ગ્રામ્યમાં 15 મળીને કુલ 30 સહિત સૌરાષ્ટ્રનાં નવ જિલ્લામાં મળીને 115  કેસ નોંધાયા હતા. 

વડોદરા,શહેરમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે.કોરોનાના  એક્ટિવ કેસની સંખ્યા 349 છે.