શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (10:45 IST)

લોકડાઉનના નિયમોને નેવે મુકી સુરતમાં નમાઝ માટે એકઠા થયેલા 9 લોકોની ધરપકડ

કોરોનાના સંક્રમણને અટકાવ માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન કામથી ઘરની બહાર નિકળતા લોકોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ નિયમોને નેવે મૂકી સુરતમાં લોકો નમાઝ માટે એકઠા થયા હોવાની બાતમી મળી હતી. મળતી માહિતી અનુસાર સુરતના નાનપુરા વિસ્તરમાં નમાઝ માટે એકત્ર થયાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે 9 લોકોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. અને દરમિયાન મુસ્લિમ બંધુઓનો રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. સરકારે લોકોના હિત માટે ઘરમાં જ રહેવા અને પરિવારના સભ્યો સાથે નમાઝ અદા કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. તેમ છતા નાનપુરાના ખંડેરાવપુરા સ્થિત નવાબી મસ્જીદમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર નમાઝ પઢવા માટે ભેગા થયા હોવાની બાતમી અઠવા લાઇન્સ પોલીસને મળી હતી, જેથી પોલીસે તપાસ હાથ ધરી નમાઝ માટે એક્ઠા થયેલા 9 લોકોની ધરપકડ કરી હતી.
 
નવાજ માટે એકઠા થયેલા યુસુફ હફીઝખાન પઠાણ, મહેરૂ જકસિંગ રાણા, સફી સાદ્દીકમીયા, શેખમોહમદ, કાસીમ સરફુદ્દીન શેખ, મોહમદ સોહેલ ગુલામ અબ્બાસ શેખ, નદીમ અબ્દુલ વ્હાબ મલેક, ગુલામ મોયુદ્દીન અબ્દુલ રહીમ શેખ, અલ્લારખા ગુલુમીયા શેખ અને મોહમદ ઇમરાન ગુલામ અબ્બાસ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગીચ વસ્તી ધરાવતા નાનપુરા અને તેની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારને આમ તો તંત્ર દ્વારા રેડ ઝોન આપવામાં આવ્યો છે, ત્યારે લોકો સતત અહીંયા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, ત્યારે લોકો કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ તમામ લોકોને માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના નમાઝ માટે એકઠા થયા હોવાથી પોલીસે એપેડમિક ડિસીઝે એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.