ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:08 IST)

અમદાવાદનો કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકો બહાર નિકળ્યાં

અમદાવાદમાં કોરોના વાયરસનો ચેપ ભારે પરિસ્થિતિ સર્જી રહ્યો છે. જેનાથી 69 દર્દીઓ મોતને ભેટી ચૂક્યાં છે. ત્યારે હોટસ્પોટ બનેલા અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવ્યો છે અને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાંથી સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયાં છે.  લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા. માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.