ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2020 (15:29 IST)

અમદાવાદ: શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી સિવિલમાં દાખલ, ડોક્ટરો સારવાર શરૂ કરાઇ

દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 25 પોઝીટીવ કેસ સામે આવ્યા છે એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગારીકોના સ્વાસ્થ્યને લઈને સતર્ક જોવા મળી રહી છે. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પીટલમાં અઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના લક્ષણો દર્દીમાં જોવા મળતા તાત્કાલિક દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.
 
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં 23 વર્ષીય શંકાસ્પદ મહિલા દર્દીને અઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. 2 માર્ચે સિંગાપુરથી પરત ફરેલી મહિલાના બ્લડ સેમ્પલ લઈ તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તો કોરોના વાયરસ મામલે તંત્રની તૈયારીઓ અંગે જાણકારી આપતા સિવિલ હોસ્પીટલના સુપરીન્ટેન્ડન્ટ જી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે કોરોના વાયરસના લક્ષણો ધરાવતો કોઈ પણ દર્દી હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. જરૂરી દવાઓ અને સાધનોની વ્યવસ્થા પણ કરી લેવાઈ છે. 
 
કોરોના વાયરસથી બચવા માટે હાલ તો એકબીજાનું અભિવાદન કરવા હાથ મિલાવવાને બદલે નમસ્તે કહીને અભિવાદન કરવામાં આવે તેવી વિંનતી કરાઈ રહી છે. કોરોનાને ફેલાતો અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પણ સતત પાલન કરાઈ રહ્યું છે.
 
હાલ તો ગુજરાતમાં એકપણ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતુ કોરોનાના પ્રકોપથી બચવા બીમાર હોય તે વ્યક્તિએ ભીડવાળી જગ્યાએ ન જવું, માંદગી દરમિયાન આંખ, નાક અને મ્હોંને સ્પર્શ કરવી નહી, જાહેર જગ્યાએ થૂકવું જોઈએ નહીં. આ પ્રકારના સતત સંદેશા પણ આપવામાં આવી રહી છે.
 
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ભારે સ્વરૂપ લઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ હરકત મા આવી સતર્ક બન્યું છે. વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ચકાસણી કરી ખાસ સુવિધા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં થાઈલેન્ડ અને દુબઈથી આવેલા 10 વ્યક્તિઓને ઓબ્ઝર્વ માં રાખવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. 
 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ આયસોલ્યુશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ 10 વ્યક્તિ ને ઓબ્ઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે. ખાસ મનપા દ્વારા પણ લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જેમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ગળામાં દુખાવા જેવી ફરિયાદ જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રિપોર્ટ કરાવવા સાથે જ બને ત્યાં સુધી ખાસ એકબીજાનો ચેપ ન લાગે તે માટે હાથ મિલાવવા બદલે નમસ્તે રાજકોટ કરવા સૂચન આપવામાં આવ્યું છે