શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (12:03 IST)

ટીમ ઈંડિયાના ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ઘરે આવી 'નન્હી પરી'

ટીમ ઈંડિયાના ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારા પિતા બની ગયા છે. પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ પુજારા અને પૂજાના લગ્નને પાંચ વર્ષ પુરા થયા હતા. તેમના લગ્ન 13 ફેબ્રુઆરી 2013ના રોજ થયા હતા. 13 ફેબ્રુઆરીએ 2018ના રોજ પુજારાએ ટ્વિટર પર પોતાની પત્ની સાથે ખુદની તસ્વીર શેયર કરી હતી અને પોતાના લગ્નજીવનના પાંચ વર્ષ પુરા થવા વિશે લોકોને બતાવ્યુ હતુ. 
 
રિપોર્ટ્સ મુજબ પુજારા અને તેમની પત્ની પૂજા પબારીને ગુરૂવાર (22 ફેબ્રુઆરી)ના રોજ એક પુત્રી થઈ છે. આ સમાચાર સાંભળીને પુજારા સાથે જ ટીમ ઈંડિયાના બીજા સભ્ય પણ ખૂબ ખુશ છે. પુજારા જલ્દી જ સોશિયલ મીડિયા પર પોતાના ફેંસ સાથે આ સમાચાર શેયર કરી શકે છે. 
પુજારા આ સમયે દિલ્હીમાં વિજય હજારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે. તેઓ ખૂબ જ જલ્દી પોતાની લાડલીને જોવા ગુજરાત જવાના છે. ડિસેમ્બર 2017માં પુજારાએ સોશિયલ મીડિયા દ્વારા ફેંસને શેયર કર્યુ હતુ કે તેઓ પિતા બનવાના છે. 
સોશિયલ મીડિયા પર પુજારાની પુત્રીની ફોટો પણ વાયરલ થઈ રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ ફોટો સાચો છે કે નકલી.