મંગળવાર, 17 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2024 (06:58 IST)

IND vs SA:- ટીમ ઈન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક જીત, શ્રેણી 3-1થી જીતી લીધી

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચમાં 135 રને જીત મેળવી અને શ્રેણી 3-1થી જીતવામાં સફળ રહી. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી આ T20 સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં સંજુ સેમસન અને તિલક વર્માના બેટથી શાનદાર અણનમ સદીની ઈનિંગ્સ જોવા મળી હતી ભારતે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી હતી. બોલિંગમાં ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર
 
એડન માર્કરામની કપ્તાની હેઠળ આ T20 સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેમાં શ્રેણીની છેલ્લી મેચમાં આફ્રિકન ટીમના બોલરોનો ખરાબ રીતે પરાજય થયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાના સ્કોર  283 સુધી પહોંચી ગયો. જ્યારે દક્ષિણ આફ્રીકાની ટીમ તે લક્ષ્ય નો પીછો કરતા માત્ર 148 રન જ બનાવી શકી , જેમાં તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. આફ્રિકાએ તેની પ્રથમ ચાર વિકેટ માત્ર 10 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ પહેલા તેમને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 111 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, T20 ઇન્ટરનેશનલમાં રનના તફાવતના સંદર્ભમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે.
 
સેમસન અને તિલક બેટ બેટિંગમાં તો ચક્રવર્તી બોલિંગમાં ટોપ પર 
 આ T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસન અને તિલક વર્મા બેટિંગમાં શાનદાર હતા, તો વરુણ ચક્રવર્તી બોલિંગમાં પોતાનો પ્રભાવ બતાવવામાં સફળ રહ્યા હતા. આ સિરીઝમાં તિલકના બેટથી ચાર ઇનિંગ્સમાં 140ની એવરેજથી 280 રન બન્યા હતા, જ્યારે સંજુ પણ આ સિરીઝમાં 72ની એવરેજથી 216 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત  બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ ચાર મેચમાં 11.50ની એવરેજથી કુલ 12 વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ પણ 8 વિકેટ લેવામાં સફળ રહ્યો.