સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (18:48 IST)

England vs India, 4th Test Day 2 LIVE : સિરાજે ભારતને અપાવી મોટી સફળતા, બેયરસ્ટોને આઉટ કરીને તોડી ભાગીદારી

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત ચાલી રહી છે. ભારતએ પોતાના પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા હતા. લંચ બ્રેક પછી ઈગ્લેંડે પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ સિરાજે જૉની બેયરસ્ટોને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે. બેયરસ્ટોએ 77 બોલ પર 7 ચોક્કાની મદદથી 37 રન બનાવ્યા. બેયરસ્ટો અને ઓલી પોપ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 89 રનની પાર્ટનરશિપ થઈ. 

- જોની બેયરસ્ટો આઉટ થયા બાદ મોઈન અલી બેટિંગ કરવા આવ્યો.
- મોહમ્મદ સિરાજે જોની બેયરસ્ટોને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે. બેયરસ્ટોએ 77 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. બેયરસ્ટો અને ઓલી પોપ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 89 રનની ભાગીદારી થઇ હતી.
- ઈંગ્લેન્ડે પાંચ વિકેટે 150 રન બનાવી લીધા છે. પોપ 46 અને બેયરસ્ટો 37 રન રમી રહ્યા છે. ઇંગ્લેન્ડ હાલમાં ભારતના સ્કોરથી 41 રન પાછળ છે.