શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (15:17 IST)

Ind vs NZ T20 Match Live: -ભારતીય ટીમને જીતવા 62 રનની જરૂર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ ઑકલેન્ડમાં રમાઇ રહી છે. આ મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની આ વર્ષે વિદેશી જમીન પર પ્રથમ સિરીઝ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ યજમાનીમાં શ્રીલંકાને ટી-20માં અને ઓસ્ટ્રેલિયાને વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું.  
 
. ન્યૂઝીલેન્ડ ટીમ ભલે પોતાના ઘરમાં રમી રહી છે પરંતુ તેમની મુશ્કેલીઓ ભારતની તુલનામાં વધારે છે. તેમના પેસર ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મૈટ હેનરી ઇજાના કારણે સિરીઝથી બહાર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમે 10 ઓવરમાં 115 રન બનાવી લીધા છે
 
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ધમાકેદાર બેટિંગ કરી ભારતીય બોલરોનો ધોઇ નાંખ્યા હતા અને માત્ર 25 બોલમાં તેણે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધારે 59 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 51 રનની ઇનિંગ રમી, આ સિવાય રૉસ ટેલરે 54 રન બનાવ્યા હતાં. જેના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવરનાં અંતે 203 રન બનાવી ચૂક્યુ છે અને ટીમ  ઇન્ડિયાને જીતવા માટે 204 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો છે

 
ઓકલેંડ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈંડિયા ઑકલેંડના ઈડન પાર્ક મેદાન પર આજે પ્રથમ ટી20 મેચ રમવા જહી રહી છે. ભારતનો આ  વર્ષનો પ્રથમ વિદેશી પ્રવાસ છે.  પણ આ પહેલા તેણે ઓસ્ટ્રેલ્યા જેવી દુનિયાની મજબૂત ટીમને વનડે શ્રેણીમાં હરાવ્યુ. અને સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટઈંડિઝ, શ્રીલંકાને ઘરેલુ શ્રેણીમાં હરાવ્યુ. પણ વિરાટની સેના માટે ન્યુઝીલેંડ ટીમને હરાવવુ સહેલુ નહી રહે. ન્યુઝીલેંડની જમીન પર એક કપ્તાનના રૂપમાં કોહલી ટી 20 દ્વારા ક્રિકેટમાં ડેબ્યુ કરશે. 
 
ન્યુઝીલેંડમાં મેજબાન વિરુદ્ધ ભારતને હજુ સુધી ફક્ત એક જ મેચમાં જીત મળી અને એ પણ ઓકલેંડમાં જ. આજે બંને ટીમ ટી20 ક્રિકેટમાં બીજી વાર આ મેદાન પર આમને સામને રહેશે.  
 
ન્યુઝીલેંડનુ પલડુ ભારે - ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે અત્યાર સુધી કુલ 11 ટી 20 મેચ રમાયા છે. જેમા ન્યુઝીલેંડનુ પલડુ ઘણુ ભારે છે.  ન્યુઝીલેંડે જ્યા 11માંથી 8 મેચ જીત નોંધાવી છે. 
 
ટીમ ઈંડિયાના નામ પર એક જીત - ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડમાં મેજબાન વિરુદ્ધ કુલ પાંચ ટી20 મેચ રમ્યા છે અને ફક્ત એકમાં જ જીત મેળવી છે અને આ જીત ગયા વર્ષે ફેબ્રુઅરીમાં ઑકલેંડના ઈડન પાર્કમાં મળી હતી. જ્યા ભારતે કીવી ટીમને સાત વિકેટે હરાવ્યુ  હતુ. ન્યુઝીલેંડએ ગયા વર્ષે ટી20 શ્રેણીમા ભારતને 2-1થી હરાવ્યુ હતુ. તેણે શ્રીલંકા પ્રવાસ પર ટી20 શ્રેણીએમાં પણ 2-1થી જીત નોંધાવી અને ઈગ્લેંડથી પાંચ મેચોની શ્રેણી 2-2થી ડ્રો કરાવી. જ્જો કે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં તેને 3-0થી હરાવ્યુ 
 
ન્યુઝીલેંડના નામે સૌથી વધુ સ્કોર - ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે સર્વાધ્હિક સ્કોરનો રેકોર્ડ ન્યુઝીલેંડના નામે છે. કીવી ટીમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વેલિગટનમાં લિમિટેડ ઓવરમાં છ વિકેટના નુકસાન પર 219 રન બ અનાવ્યા હતા બીજી બાજુ ન્યુઝીલેંડ્ વિરુદ્ધ ભારતનો સર્વાધિક સ્કોર 208 રનનો છે.   જે તેણે લક્ષ્યનો પીછો કરતા હેમિલ્ટનમાં બનાવ્યા હતા. 

Live Score માટે ક્લિક કરો

ભારતીય ટીમ - રોહિત શર્મા, કે એલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જડેજા, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ