બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (11:23 IST)

Cricket News - ODI શ્રેણીના હીરો, 2nd T20 મેચમા બન્યો વિલેન, બનાવ્યો શર્મનાક રેકોર્ડ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે શ્રેણીમાં છ મેચોમાં 16 વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલ મા/ટે 21 ફેબ્રુઆરીને તારીખ ક્યારેય ન ભૂલી શકનારી બની ગઈ. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 શ્રેણીની બીજી મેચમાં યુઝવેન્દ્રના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.  તેણે 11 વર્ષ જૂના જોગિંદર શર્માનો રેકોર્ડ તોડતા કંઈક એવુ કારનામુ કરી નાખ્યુ જે કોઈપણ ભારતીય બોલર ફરી કરવા નહી માંગે. 
 
યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરના પોતાના સ્પેલમાં 64 રન આપી દીધા. ટ્વેંટી 20 ઈંટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ભારતીય બોલરનો આ સૌથી મોંઘો સ્પેલ હતો. આ પહેલા શરમજનક રેકોર્ડ જોગિંદર શર્માના નામે હતો. જેણે 2007માં ડરબનમાં ઈગ્લેંડ વિરુદ્ધ ચાર ઓવરમાં 57 રન આપી દીધા હતા.

સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ત્રણ મેચની T-20 શ્રેણીની બીજી T-20માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 16 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 188 રન બનાવી સાઉથ આફ્રિકાને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મનીષ પાંડેએ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આક્રમક બેટિંગ કરતા 48 બોલમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ પણ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અડધી સદી(52) ફટકારી અણનમ રહ્યો હતો. સુરેશ રૈના 32, શિખર ધવન 24, વિરાટ કોહલી 1 અને રોહિત શર્મા 0 રન બનાવી આઉટ થયા હતા.