શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નાગપુર. , સોમવાર, 27 નવેમ્બર 2017 (13:30 IST)

IND vs SL Test : શ્રીલંકા ઓલઆઉટ... ભારતનો એક દાવ અને 239 રનથી ભવ્ય વિજય

ટીમ ઈંડિયાએ નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાઈ ટીમને દરેક ક્ષેત્રમાં ફીકી સાબિત કરતા જીત મેળવી છે. શ્રીલંકા તરફથી પ્રથમ દાવમાં બનાવેલ 205 રનના જવાબમાં ટીમ ઈંડિયાએ પ્રથમ મેચના ત્રીજા દિવસે 6 વિકેકે પર 610 રનનો વિશાળ સ્કોર જાહેર કર્યો.  ભારતના ચાર બેટ્સમેનોને સદી જમાવી. તેમા વિરાટ કોહલીની ડબલ સેંચુરીનો સમાવેશ છે. ટીમ ઈંડિયાએ મેહમાન ટીમ પર 405 રનની બઢત મેળવી. ચોથા દિવસે લંચ પછી 49 ઓવર પછી શ્રીલંકાની ટીમ 166 પર ઓલઆઉટ થઈ.   દિમમુથ કરુણારત્ને (18) લાહિરુ તિરિમાને (23) એંજેલો મૈથ્યૂઝ (10) નિરોશન ડિવકેલા (4)  દાસુન શનાકા (17) દિલરુવાન પરેરા (0) રગના હેરાથ (0) અને દિનેશ ચંદીમલ (61) લહેરુ ઘીમાને (23) ચોથા દિવસે આઉટ થનારા બેટ્સમેન છે. સુરંગા લડમન 31 રન બનવીને અણનમ રહ્યા.