રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (12:37 IST)

ચાલુ મેચમાં ભારતીય ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત

K hoysala
K hoysala
Karnataka Cricketer K Hoysala Dies: કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસલાનુ હાર્ટ અટેકને કારણે 34 વર્ષની વયે જ દુનિયાને અલવિદા કહી દીધુ. મેદાન પર જીતનો ઉલ્લાસ મનાવવા દરમિયાન કે હોયસલાનુ મોત થઈ ગયુ.  આ ઘટના બેંગલુરુના આરએસઆઈ ક્રિકેટ ગ્રાઉંડમાં ચાલી રહેલ એજિસ સાઉથ જોન ટૂર્નામેંટમાં કર્ણાટક અને તમિલનાડુની વચ્ચે મેચની વક્છે થઈ.  આ સમાચારથી ભારતીય ક્રિકેટમાં શોક છવાય ગયો છે. 
 
કે હોયસલાનુ હાર્ટ અટેકથી નિધન 
એજિસ સાઉથ જોન ટૂર્નામેંટમાં કર્ણાટકની જીત પછી ટીમ સાથે જશ્ન ઉજવતા કે હોયસલા છાતીમાં તેજ દુખાવાને કારને મેદાન પર જ બેહોશ થઈને પડી ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા હાર્ટ એટેક આવવાથી તેમનુ મોત થઈ ગયુ. આ દુખદ ઘટના ગુરૂવાર 22 ફેબ્રુઆરીના રોજ બની અને તેની વિગત 23 ફેબ્રુઆરીના રોજ સામે આવી. 
 
કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ લીધો હતો ભાગ 
કે હોયસલા મઘ્યક્રમના બેટ્સમેન હતા અને બોલિંગ પણ કરતા હતા. હોયસલાએ અંડર-25 વર્ગમાં કર્ણાટક ટીમનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તેમણે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ રમ્યા હતા. બોરિંગ હોસ્પિટલ અને અટલ બિહારી મેડિકલ કોલેજના નિદેશક ડો. મનોજ કુમારે કહ્યુ કે હોયસલાને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હશે એવી શક્યતા વધુ છે.  અમે પોસ્ટમોર્ટમ પુરૂ કરી લીધુ છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.