બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (00:06 IST)

MI vs KKR: વેંકટેશ ઐય્યર અને રાહુલ ત્રિપાઠીએ મારી હાફસેંચુરી

Mumbai Indians vs Kolkata Knight Riders: અબૂ ધાબીના શેખ જાએદ ક્રિકેટ સ્ટેડિયમમા રમાયેલ આઈપીએલ 2021ની 34મા મુકાબલામાં કલકત્તા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈંડિયંસને સાત વિકેટથી હરાવ્યુ. આ સાથે જ કલકત્તાએ મુંબઈને પહેલા હાફમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો. મુંબઈએ પહેલા રમ્યા પછી 20 ઓવરમાં છ વિકેટ પર 155 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કલકત્તાએ ફક્ત 15.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને સહેલાઈથી લક્ષ્યનો પીછો કરી લીધો. 
 
કોલકાતાની આ જીતના હીરો રહ્યા વેંકટેશ ઐય્યર અને રાહુલ ત્રિપાઠી. અય્યરે 30 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ સાથે જ રાહુલે 40 બોલમાં અણનમ 72 રનની ઇનિંગ રમી હતી. બંનેએ બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.
 
વેંકટેશ અય્યરે IPL ની પ્રથમ હાફ સેંચુરી 
 
ઓપનિંગ વેંકટેશ અય્યરે માત્ર 30 બોલમાં 53 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પહેલી બોલથી જ તે મુંબઈના બોલરો પર હાવી રહ્યા. તેમણે પોતાની  હાફ સેંચુરીની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 176.67 હતો. આઈપીએલમાં અય્યરની આ પ્રથમ ફિફ્ટી છે
 
બીજી બાજુ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠીએ 42 બોલમાં અણનમ 74 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમના બેટ દ્વારા આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઇઓન મોર્ગને સાત અને નીતિશ રાણાએ અણનમ પાંચ રન બનાવ્યા હતા.
 
પોઈંટ ટેબલમાં થયો ફેરફાર 

 
કોલકાતાની 9 મેચમાં આ ચોથી જીત છે. આ સાથે KKR ની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે ચોથા નંબરે આવી ગઈ છે. આ સાથે તેનો નેટ રન રેટ પણ પ્લસમાં બની ગયો છે. બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સ ચોથા નંબરેથી છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.