ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (19:02 IST)

India vs Australia, 2nd ODI: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યુ 341 રનનુ ટારગેટ.. સ્કોર જોવા માટે ક્લિક કરો

ગુજરાતના રાજકોટ ખાતે  આવેલા ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમે આજે પણ ટોસ જીત્યો છે અને ફિલ્ડિંગની પસંદગી કરી મેદાન પર ઉતારી. ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલા બેટિંગ આપ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરી કાંગારું ટીમને 341 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી અને ટીમની પહેલી વિકેટ માત્ર 21 રને પડી. વોર્રન માત્ર 15 રન બનાવી આઉટ થયો. હતો.

Live score માટે ક્લિક કરો 

ભારતીય ટીમની શરૂઆત તો સારી રહી અને પહેલી વિકેટ માટે શિખર ધવન અને રોહિત શર્માએ 81 રનની ભાગેદારી કરી. રોહિત શર્મા 44 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ કોહલી અને શિખર ધવને બીજી વિકેટ માટે કુલ 103 રનની પાર્ટનરશિપ કરી. શિખર ધવન માત્ર 4 રનથી સદી ચૂક્યો અને 90 બોલમાં 96 રન બનાવી આઉટ થયો. શિખરે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. ત્યાર બાદ શ્રેયસ અય્યર(7) રન બનાવી આઉટ થયો.  કેપ્ટન વિરાટ કોહલી અને કે.એલ.રાહુલ વચ્ચે પણ સારી ભાગેદારી થઈ બન્ને વચ્ચે 78 રનની ભાગેદારી થઈ. કેપ્ટન કોહલી 78 રન બનાવી આઉટ થયો. મનીષ પાંડે માત્ર 2 રન બનાવી આઉટ થયો છે.  અંતે કે.એલ.રાહુલે ઘાતક બેટિંગ કરી અને તે 80 રન બનાવી આઉટ થયો. રાહુલે 52 બોલમાં 80 રન ફટકાર્યા. રાહુલે ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ રીતે ભારતે કુલ 50 ઓવરમાં 6 વિકેટ્સ ગુમાવી 340 રન બનાવ્યા 
 
આ પહેલાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતને પહેલાં બેટીંગ માટે આમંત્રિત કરી છે. ભારતે પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. ઇજાગ્રસ્ત ઋભષ પંતના સ્થાને મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યું છે. લોકેશ રાહુલ આ મેચમાં પણ વિકેટકિપરની જવાબદારી ભજવશે. શાર્દુલ ઠાકુરના સ્થાન પર નવદીપ સૈનીને તક મળી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની વિજયી ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. 
 
વન ડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો મેજબાન ભારતનું રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (SCA) સ્ટેડિયમમાં રેકોર્ડ ખૂબ ખરાબ છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી બે વનડે મેચ રમાઇ ચૂક્યા છે અને ભારતને બંને અવસર પર પરાજય મળી છે. 
 
ભારતે 11 જાન્યુઆરી 2013ના રોજ એસસીએ સ્ટેડિયમ પર ઇંગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડે રમી હતી જેમાં તેણે રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 18 ઓક્ટોબર 2015ના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ આ મેદાન પર ટીમ ઇન્ડીયાને 18 રનથી હાર મળી હતી. 

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે સીરીઝમાં પહેલી મેચ હારી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમ અહીં ભારત વિરૂદ્ધ 10 ઓક્ટોબર 2013ના રોજ એક ટી-20 મેચ રમી, જેમાં તેને હાર મળી. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર પહેલી મેચ સાત ઓક્ટોબર 1986ના રોજ રમી હતી, જેમાં તેને સાત વિકેટે જીત નોંધાવી હતી. 
 
રાજકોટમાં કરોડો સટ્ટો ખેલાયો
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે બપોરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલ વન-ડે મેચમાં રાજકોટના 500થી વધુ બુકીઓએ 1500 કરોડથી વધુના સટ્ટો લગાવ્યો છે. સાયબર પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાખી બુકીઓ કરોડો રૂપિયાનો હાર-જીતના સોદા કર્યા છે. બુકી બજારના તમે આજના વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હોટ ફેવરીટ છે. આજના મેચમાં બુકી બજારમાં બન્ને ટીમના ભાવ ખૂલ્યા છે તેમાં ઓસ્ટ્રેલિયાની ટીમના ભાવ 89 પૈસા અને ભારતના ભાવ 92 પૈસા ખુલ્યા છે. વન-ડેમાં રાજકોટમાંથી 1500 કરોડનો સટ્ટો રમવામાં આવ્યો છે. પૈસા કમાવવા માટે બુકીઓએ પણ જાળ બિછાવી છે. કોલેજિયન યુવાનોને ટાર્ગેટ બનાવવા માટે સ્કીમ આપવામાં આવે છે. સટ્ટામાં બુકીઓ પ્રથમ તો કોલેજિયનોને જીતાડે પછી વિદ્યાર્થી જાળમાં ફસાઇ જાય ત્યારે જમીન-મકાન લખાવી લેવામાં આવે છે.