સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (12:35 IST)

ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે થયું નિધન

Heath streak- ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 3 સેપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ 49 વર્ષના હતા. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક કેન્સરની ઝપેટમાં આવી ગયા હતા. 


પૂર્વ ઓલરાઉન્ડર સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં લાંબા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. તેના નિધનના સમાચારતી ક્રિકેટ જગતમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. 
 
ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 65 ટેસ્ટ અને 189 વનડે રમી હતી. તેણે 2000 થી 2004 વચ્ચે ઝિમ્બાબ્વે ટીમની કેપ્ટનશિપ કરી હતી. તે ઝિમ્બાબ્વેનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લીધી છે.
 
હીથ સ્ટ્રીકના નિધન પર વર્લ્ડ ક્રિકેટ જગતમાં પણ શોકની લહેર પ્રસરી છે.તેમના સાથી ખેલાડી હેનરી ઓલાંગાએ તેમના નિધન અંગે માહિતી આપતાં ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે સ્ટ્રીક આપણા દેશનો મહાન ઓલરાઉન્ડર હતો. તેની સાથે ક્રિકેટ રમવું મારા માટે આનંદની વાત હતી.