ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:14 IST)

BJP ધારાસભ્યનુ વિવાદિત નિવેદન.. વિરાટ અનુષ્કાને બતાવ્યા દેશદ્રોહી

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઈટલીમાં સીક્રેટ લગ્ન પછી હાલ હનીમૂન મનાવી રહ્યા છે.  ઈટલીમાં લગ્નને લઈને મધ્યપ્રદેશના ગુના વિધાનસભા ક્ષેત્રના બીજેપી ધારાસભ્ય પન્ના લાલ શાક્યએ વિરાટ કોહલીની રાષ્ટ્રભક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. 
 
ધારાસભ્યએ કહ્યુ - ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ભારતમાં નામ અને પૈસો કમાવ્યો છે અને તેમણે ઈટલીમાં જઈને લગ્ન કર્યા છે. 
 
તેમણે કહ્યુ - આ ઘરટી પર ભગવાન રામના લગ્ન થયા અને ભગવાન કૃષ્ણએ પણ લગ્ન કર્યા હતા પણ આ માણસ(કોહલી) એ ઈટલીમાં જઈને લગ્ન કર્યા છે. જેનાથી તેઓ રાષ્ટ્રભક્ત નથી હોઈ શકતા સાથે જ બીજેપી ધારાસભ્યએ એ પણ કહ્યુ ઈટલીની ડાંસર પણ ભારતમાં કરોડપતિ અને અરબપતિ બની જાય છે. તો બીજી બાજુ કોહલી ભારતનો પૈસો દેશની બહાર લઈ ગયા છે. 
 
કોહલીના લગન્માં તેમના નિકટના અને કેટલાક મિત્રોનો જ સમાવેશ થયો હતો.