New Coach of Team India - આ દિગ્ગજ ખેલાડી બનશે ભારતનો કોચ
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને શરૂઆતથી સેમીફાઈનલ સુધી બધી મેચોમાં જીત નો&ંધાવી હતી. જો કે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. તેથી વર્લ્ડ ચેમ્પિયન ન બની શકી. ટીમ ઈંડિયાના આ શાનદાર સફરમાં બધા ખેલાડીઓ અને કપ્તાનની સાથે સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમ ઈંડિયાએ લગભગ 12 વર્ષ પછી સેમીફાઈનલ મેચ જીતી છે.
રાહુલ દ્રવિડનુ કાર્યકાળ પુર્ણ
આ વર્લ્ડ કપની સાથે સાથે રાહુલ દ્રવિડનો કોચિંગ કાર્યકાળ પણ ખતમ થઈ ચુક્યો છે અને વર્લ્ડ કપની ફાઈનલ મેચ જ રાહુલ દ્રવિડના કોંચિંગ કાર્યકાળની અંતિમ રમત હતી. આવામાં હવે રાહુલ દ્રવિડ આગળ ટીમ ઈંડિયાની કોચિંગ કરે કે નહે તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પણ મીડિયા રિપોર્ટ્સ મુજબ સૂત્રોનુ કહેવુ છે કે રાહુલ દ્રવિડ હવે ટીમ ઈંડિયાના હેડ કોચ બનવાના ઈચ્છુક નથી.
રાહુલ દ્રવિડે એક ખેલાડીના રૂપમાં, કપ્તાન અને કોચના રૂપમાં છેલ્લા લગભગ 20 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા રહ્યા છે. પરંતુ તેઓ હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે અને ભારતીય ટીમના કોચ બન્યા રહેશે તો આ શક્ય નહી બને. કારણ કે તેમને વારેઘડીએ ભારતીય ટીમ સાથે ટ્રાવેલ કરવુ પડે છે. આવામાં સૂત્રોનુ કહેવુ છે કે રાહુલ દ્રવિડ હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. તેથી ટીમ ઈંડિયામાં પોતાના કોચિંગ કાર્યકાળને આગળ વધારવાની તેમની બિલકુલ ઈચ્છા નથી.
કોન બનશે ટીમ ઈંડિયાના નવા હેડ કોચ ?
આવામાં સવાલ ઉઠે છે કે જો રાહુલ દ્રવિડ નહી તો પછી ટીમ ઈંડિયાના હેડ કોચ કોણ બનશે. આ સવાલનો હાલ કોઈ સત્તાવાર જવાબ તો નથી પણ રિપોર્ટ્સ મુજબ એનસીએ હેડ અને રાહુલ દ્રવિડના જૂના મિત્ર વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવામાં પોતાનો રસ બતાવ્યો છે. લક્ષ્મણ છેલ્લા કેટલાક વર્ષોથી એનસીએ હેડ છે અને રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં કેટલાક અવસર પર ટીમ ઈંડિયાની કોચિંગ પણ કરી ચુક્યા છે. તેથી આ વાતની પુરી શક્યતા છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટી20 શ્રેણીમાં વીવીએસ લક્ષ્મણ હેડ કોચ બની શકે છે અને આગામી મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા બીસીસીઆઈ વીવીએસ લક્ષ્મણને જ ટીમ ઈંડિયાના હેડ કોચ તરીકે નિમણૂંક કરી શકે છે.