શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

આઇસીસી હોલ ઓફ ફેઇમમાં બાર્બાડોઝનો ડંકો

વિશ્વ ક્રિકેટમાં બાર્બાડોઝ ટાપુનો ડંકો વગાડતાં છ મહાન ખેલાડીઓનો આઈસીસી હોલ ઓફ ફેઈમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કિંગ્સટન ઓવલ ખાતેની વિન્ડીઝ-ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના ચા વિરામ બાદ એક ખાસ સમારંભમાં સર ગારફીલ્ડ સોબર્સ, ફ્રિકવોરેલ, એવરટન બીકસ, કલોઈડ વોલ્કોટ, ગાર્ડન ગ્રીનીજ અને માલ્કમ માર્શલને હોલ ઓફ ફેઈમમાં સામેલ કરવામાં આવ્યાં હતા.

જે-તે હયાત ખેલાડી અને મૃત ખેલાડીના પરિવારજનોને વિન્ડીઝ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને આઈસીસીના ડાયરેકટર ડો.જુલીયન હન્ટેની ઊપસ્થિતિમાં હોલ ઓફ ફેઈમની ટોપી આપવામાં આવી હતી. આઈસીસી અને ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસીએશન (ફીકા)ના સંયુકત સાહસ હેઠળ શરૂ કરવામાં આવેલ હોલ ઓફ ફેઈમમાં 55 ખેલાડીઓને અત્યાર સુધી સામેલ કરાયા છે. જેમાંથી 10 ટકા ખિલાડી બાર્બાડોઝના જ છે. આ પ્રસંગે સોબર્સે કહ્યું હતું કે, મારી કાર્રકિર્દીના દિવસોમા ક્રિકેટમાંથી મને ઘણો આનંદ મળ્યો છે.