શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 30 એપ્રિલ 2012 (09:02 IST)

આઈપીએલ 2012: મુંબઈને સહેલી જીત માટે પણ સંઘર્ષ કરવો પડ્યો

P.R
મલિંગાના ઝંઝાવાત બાદ રોહિત શર્માના ઉપયોગી 42 રનની મદદથી મુંબઈએ ડેક્કન ચાર્જર્સને પાંચ વિકેટથી હરાવ્યું હતુ.

ડેક્કને જીત માટે આપેલા 101 રનના આસાન લક્ષ્યાંક સામે મુંબઈ છેક 18.1મી ઓવરમાં જીત્યું હતુ. ડેક્કનની ચુસ્ત બોલિંગ સામે રોહિત શર્મા સિવાયના તમામ બેટ્સમેનોએ રન બનાવવામાં સંધર્ષ કરવો પડ્યો હતો.

ઓપનર લેવી(0), સચિન(14), કાર્તિક(2), ફ્રેન્કલિન(13) સસ્તામાં આઉટ થતા મુંબઈ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતુ. જોકે, અંબાતી રાયડૂએ ધિરજ પૂર્વક બેટિંગ કરી ઈનિંગ્સના 11 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી.

રાયડૂએ 15 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતા. ડેક્કન તરફથી શાનદાર બોલિંગ કરી સ્ટેને 2, પ્રતાપ સિંહ-રેડ્ડી અને ડ્યૂમિનીએ 1-1 વિકેટ ઝડપી હતી.

ડેક્કન ચાર્જર્સ 100 રનમાં ઓલઆઉ

ઓપનર ધવનના 29 અને ડ્યૂમિનીના 30 રનની મદદથી ડેક્કને મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 101 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ડેક્કન ચાર્જર્સ તમામ બેટ્સમેનોના ફ્લોપ રહેતા 18.4 ઓવરમાં 100 રનમાં તંબુ ભેગી થઈ હતી.

ઓપનર પાર્થિવ પટેલ અને શિખર ધવનની 37 રનની ભાગીદારી બાદ ડ્યૂમિની(25) અને રડ્ડી(10) સિવાય એક પણ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યો ન હતો.

ઈનિંગ્સના અંતે ડ્યૂમિની 25 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 24 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તો મુંબઈના તમામ બોલરોએ શાનદર પ્રદર્શન કર્યું હતુ અને મલિંગાએ 4, ભજ્જી-ફ્રેન્કલિને 2-2 અને મુનાફ-આર.પી સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.

જગ્ગી-વ્હાઈટ સસ્તામાં આઉ

ઓપનર પાર્થિવ પટેલની વિકેટ ગુમાવ્યા બાદ ઈશાંત જગ્ગી માત્ર 2 રન બનાવી ભજ્જીની ઓવરમાં કેચ આઉટ થયો હતો. તો ત્યાર પછીની ઓવરમાં મલિંગાએ કેપ્ટન કેમરૂન વ્હાઈટને ખાતુ ખોલાવ્યા વગર પેવિલિયન ભેગો કરી દીધો હતો.