શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

આઈપીએલ 6 : હરાજીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોલબાલા

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સૌથી મોંઘા

P.R
ભારે ચર્ચા જગાવનાર હાઈ પ્રોફાઈલ ઈંડિયન પ્રિમ્યમ લીગ 6 માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હત્રી. જેમા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છવાયા રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઉભરતા ઓલ રાઉંડર ગ્લેન મેક્સવેલની સૌથી ઉંચી બોલી લાગી હતી તે સૌથી મોંઘો ખેલાડી બનીને ઉભર્યો હતો. હાલના કેપ્ટન માઈકલ કલાર્ક અને થોડાક સમય પહેલા નિવૃત થઈ ચુકેલ રિકી પોંટીગની પણ ઉંચી બોલી લાગી હતી. આઈપીએલ 6 હરાજીમાં કુલ 33 ખેલાડીઓની ખરીદારી થઈ હતી. ખરીદારીમાં કુલ 63.24 કરો કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આજે સવારે ચેન્નઈમાં હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમા ખેલાડીઓની બોલી ફગાવવામાં આવી હતી.

અગાઉ થયેલ આગાહી મુજબ આ વખતે આઈપીએલ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી સૌથી વધુ મોંધી કિમંતમાં ખરીદવામાં આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે રિકી પોન્ટિંગને ખરીદી લીધો છે, જ્યારે ઓસ્ટ્રિલયન બેટ્સમેન ક્લાર્કનો પુણે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યની વાત રહી કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, ક્લાર્ક અને પોન્ટિંગ કરતા પણ મોંઘો સાબિત થયો છે. મેક્સવેલની બેઝપ્રાઈઝ 2 લાખ ડોલર હતી, પરંતુ તે 1 મિલિયન ડોલર (રૂ. 5.3 કરોડ)માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો.

ભારતીય યુવા ઓલરાઉન્ડર અભિષેક નાયરને પણ ઘણો ફાયદો થયો. નાયરની બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલર હતી જ્યારે તેને પૂણે વોરિયર્સે 6.75 લાખ ડોલર(રૂ.3.60 કરોડ)માં ખરીદ્યો હતો. મધ્યમ ઝડપી બોલર આરપી સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 4 લાખ ડોલરમાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનાં જોહાન બોથાને દિલ્હી ડેરડેવિલ્સે 4.50 લાખ ડોલરમાં ખરીદ્યો છે.

લ્યૂક પોમર્શબેચને કિંગ્સ ઈલેવન પંજાબે 3 લાખ ડોલરમાં અને ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસને બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલરમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરને રાજસ્થાન રોયલ્સે 4 લાખ ડોલર ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના જ બીજા ઓલરાઉન્ડર મોઈસિસ હેનરિક્સને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 3 લાખ ડોલરમાં ખરીદ્યો છે.

પોતાની પ્રથમ ખરીદીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાને 6.75 લાખ ડોલરમાં અને કેરેબિયન સુકાની ઓલરાઉન્ડર ડેરેન સેમ્મીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

બીજા રાઉન્ડમાં સૌ પ્રથમ ઝડપી બોલરોની હરાજી થઈ હતી. જેમાં ભારતીય યુવા ઝડપી બોલર જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5.25 લાખ ડોલરમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલર હતી. બેંગ્લોરે ભારતના પંકજ સિંહને 1.50 લાખ ડોલર ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. આ ઉપરાંત કેરેબિયન ઝડપી બોલર રવિ રામપોલને પણ બેંગ્લોરે 2.90 લાખ ડોલરમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ભારતના મધ્યમ ઝડપી બોલર મનપ્રીત ગોનીને કિંગ્સ ઈલેવન પંજાબે 5 લાખ ડોલર ખર્ચીને ખરીદ્યો હતો. રાજસ્થાન રોયલ્સે વેસ્ટ ઈન્ડીઝના ઝડપી બોલર ફિડેલ એડવર્ડ્સને 2.10 લાખ ડોલર ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો.

સનરાઈઝર્સે વધુ એક ખરીદી કરતા ભારતીય યુવા બોલર સુદીપ ત્યાગીને તેની બેઝપ્રાઈઝ 1 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ડિર્ક નૈનેસ 6 લાખ ડોલર ખર્ચ્યા હતા.

બીજા રાઉન્ડમાં સનરાઈઝર્સે કિવિ ઓલરાઉન્ડર નાથન મેક્કુલમને તેની બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. તો શ્રીલંકના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસ માટે પૂણે અને કોલકાતા વચ્ચે સ્પર્ધા જામી હતી અંતે પૂણેએ 7.25 લાખ ડોલરમાં મેન્ડિસને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

લંચ બ્રેક બાદ ઓલરાઉન્ડર ખેલાડીઓથી હરાજીની શરૂઆત થઈ હતી. જેમાં સૌ પ્રથમ દિલ્હી ડેરડેવિલ્સે શ્રીલંકન ઓલરાઉન્ડર જીવન મેન્ડિસને તેની બેઝ પ્રાઈઝ 50,000 ડોલરમાં ખરીદ્યો હતો.

લંચ બ્રેક બાદ સૌથી મોટી આશ્ચર્યજનક બોલી સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ્ટોફર મોરિસની રહી હતી. તેની બેઝ પ્રાઈઝ 20,000 ડોલર હતી પરંતુ તેમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે જંગ થયો હતો. અંતે ચેન્નાઈએ તેને 6.25 લાખ ડોલર ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. શ્રીલંકાના ઓલરાઉન્ડર સચિત્ર સેનાનાયકેને કોલકાતા નાઈટ રાઈડર્સે 6.25 લાખ ડોલરમાં ખરીદ્યો હતો.

લંચ બાદ ઓલરાઉન્ડર્સ બાદ ત્રણ બોલરોના એક સેટની હરાજી થઈ હતી જેમાં ત્રણ બોલરો હતા પરંતુ તેમાં એક પણ બેટ્સમેન માટે બોલી નહોતી લગાવવામાં આવી. ત્યારપછી પાંચ બેટ્સમેનોના સેટમાંથી પણ એક પણ બેટ્સમેન માટે કોઈ હરાજી નહોતી થઈ. તે પછીના ત્રણ ઓલરાઉન્ડરની હરાજી થઈ હતી જેમાં એક માત્ર વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ્ટોફર બર્નવેલેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બેઝ પ્રાઈઝ 50,000 ડોલરમાં ખરીદ્યો હતો.

તે પછી વધુ એક ઝડપી બોલરોના સેટનો વારો હતો જેમાં પાંચ ઝડપી બોલર હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના કેન રિચાર્ડસન અને નેથન કોલ્ટર નેલને ફાયદો થયો હતો. કોલ્ટર નેલને મુંબઈ ઈન્ડિયન્સે 4.50 લાખ ડોલરમાં ખરીદ્યો હતો કે જેની બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલર હતી. જ્યારે રિચાર્ડસનની બેઝ પ્રાઈઝ 1 લાખ ડોલર હતી પરંતુ તેને પૂણે વોરિયર્સે 7 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના બેન લાફલિનને ચેન્નાઈએ તેની બેઝ પ્રાઈઝ 20,000 ડોલરમાં ખરીદ્યો હતો.