શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 22 જૂન 2010 (12:30 IST)

એફ વાર ફરી વન ડે કિંગ બન્યાં ધોની

ND
N.D
શ્રીલંકામાં રમવામાં આવનારા એશિયા કપમાં શાનદાર બેટીંગના કારણે ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આઈસીસીની તાજા વન ડે રૈકિંગમાં ટોચના સ્થાન પર પહોંચી ગયાં છે. જ્યારે ટૂર્નામેન્ટમાં સતત બે મેચ જીતવાનો ફાયદો ટીમ ઈંડિયાને મળ્યો છે. આઈસીસી દ્વારા જારી તાજા વન ડે રૈકિંગમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીથી વિશ્રામ લેવાનું પરિણામ પોતાની વનડે બાદશાહી ગૂમાવીને લેવું પડ્યું હતું.

ધોની અને ડિવિલિયર્સ વચ્ચે હવે પાંચ રેટિંગ અંકોની દૂરી છે. ધોની 810 અંકો સાથે ટોચ પર અને ડિવિલિયર્સ 805 અંકો સાથે બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના માઈક હસી 802 અંકો સાથે ત્રીજા સ્થાન પર છે. વેસ્ટઈંડીઝ પ્રવાસમાં એકદિવસીય મેચોમાં બે શતક ફટકારનારા હાશિમ અમલા ચોથા સ્થાન પર બિરાજમાન છે.