શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મેલબૉર્ન. , બુધવાર, 23 જૂન 2010 (16:28 IST)

કાંગારૂ ટીમમાં પ્રથમ મુસ્લિમ ખિલાડી

મેલબૉર્ન. ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમમાં શામેલ થનારા પ્રથમ મુસ્લિમ ખેલાડી બની ગયાં છે. પસંદગીકારોએ તેમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી માસે યોજાનારી ટેસ્ટ સીરીજ માટે ઘોષિત 14 સભ્યોની ટુકડીમાં સ્થાન આપ્યું છે.

આગામી માસે શરૂ થવા જઈ રહેલી બે ટેસ્ટ મેચોની સીરીજ માટે અંતિમ 11 માં શામેલ હોવા પર ડાબા હાથના આ 23 વર્ષીય બેટ્સમેન બૈગી ગ્રીન કૈપ પહેનનારા પ્રથમ મુસ્લિમ ખેલાડી બની જશે.

ફિલિફ હ્યૂજના ઘાયલ થવા પર ટીમમાં ખાલી પડેલી જગ્યા પર પસંદગીકારોએ ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન પર ધ્યાન ખેંચનારા ખ્વાજાને રાખ્યાં છે.

રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ એંડ્રયૂ હિલ્ડિચે કહ્યું, ખ્વાજાને શેફીલ્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધાર પર ટીમમાં ચૂંટવામાં આવ્યાં છે.