શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (11:51 IST)

ક્રિકેટર અઝહર કોંગ્રેસમાં જોડાશે !

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીનના કોંગ્રેસમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અઝહર આજે વિધિવત રીતે કાગ્રેસમાં જોડાઇ જાય તેવી સંભાવના છે. અઝહરે ગઇકાલે અજમેર દરગાહની મુલાકાત લીધી હતી અને આજે તે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળશે.

લોકસભાની આગામી ચૂંટણીમાં હૈદરાબાદમાં આવતી ત્રણ બેઠકો પૈકીની કોઇ એક બેઠક પરથી તે ચૂંટણી લડશે. અઝહરને કાગ્રેસના નવા મુસ્લિમ ચહેરા તરીકે રજૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. શરૂઆતમાં અઝહરે કોઇપણ પાર્ટીમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે તે કોંગ્રેસમાં જોડાઇ જશે.

મેચ ફિકસગના આક્ષેપો બાદ ક્રિકેટમાંથી બાદબાકી તેની થઇ હતી છતાં અઝહર હજુપણ મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે. ગયા વર્ષે ક્રિકેટરમાંથી રાજકારણી બની ગયેલા ડોડા ગણેશ અને અઝહરે વાતચીત કરી હતી.
અઝહરે જ જેડીએસમાં સામેલ થવા ડોડા ગણેશને કહ્યું હતું. અલબત્ત અન્ય રાજકીય પક્ષોએ પણ તેને પોતાની ટીમમાં લેવાના પ્રયાસ કર્યા હતા.