શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: બ્રિજટાઉન , રવિવાર, 29 માર્ચ 2009 (18:36 IST)

ગેલે બહિષ્કારની ધમકી આપી

વેસ્ટઈંડીઝનાં કેપ્ટન ક્રિસ ગેલે પોતાના ક્રિકેટ બોર્ડ સાથે નાણાંની ચુકવણી વિવાદના વિરોધમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેંટ લૂસિયામાં આગામી સપ્તાહે યોજાનારી પાંચમી અને અંતિમ એકદિવસીય મેચમાં બહિષ્કારની ધમકી આપી છે.

વેસ્ટઈંડીઝ ક્રિકેટ બોર્ડ અને વેસ્ટઈંડીઝ પ્લેયર્સ એસોસિએશન વચ્ચે ગત સપ્તાહ બાર્બાડોસની રાજધાનીમાં વાતચીત થઈ હતી. પણ બન્ને પક્ષ કોઈ સમજૂતિ પર પહોંચ્યાં ન હતા.

ગેલે ત્રીજી એકદિવસીય મેચ પહેલા કહ્યું હતું કે મામલો ઉકેલાઈ ગયો છે. પણ પ્લેયર્સ એસોસિએશનનાં અધ્યક્ષ અને ભૂતપૂર્વ લેગ સ્પિનર દીનાનાથ રામનારાયણથી વાતચીત બાદ તેમણે પોતાનું નિવેદન પરત લઈ લીધું અને કહ્યું કે પૂરી ટીમ તેનાથી નિરાશ છે.

ગેલે કહ્યું કે હું કહી શકું છું કે બહિષ્કાર પણ સંભવ છે. અમે શ્રેષ્ઠ આધારભૂત માળખુ અને મેચ ફી ઈચ્છીએ છીએ. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે તમામ તેનો લાભ લઈ શકે. આ આત્ર વેસ્ટઈંડીઝ તરફથી રમનારા અમારા જેવા ખેલાડીઓ જ નહીં. પણ સ્થાનિક ક્રિકેટમાં રમી રહેલા ખેલાડીઓ સાથે જોડાયેલો પણ મામલો છે.