શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , શુક્રવાર, 31 જુલાઈ 2009 (09:21 IST)

'દૂસરા' ના પક્ષમાં ભજ્જી

ઓસ્ટ્રેલિયામાં 'દૂસરા' વિરુદ્ધ ઉઠેલી ચર્ચાઓ વચ્ચે ભારતીય ઑફ સ્પિનર હરભજનસિંહે આ દડાનો બચાવ કર્યો કારણ કે, તેના કારણે જ તેમને ક્રિકેટમાં ઘણું નામ મળ્યું છે. બ્રિસબેનમાં ગત સપ્તાહે યોજાયેલા સ્પિન સમ્મેલનમાં શેન વોર્ન, સ્ટુઅર્ટ મૈકગિલ અને એશલે મૈલેટ જેવા ભૂતપૂર્વ સ્પિનરોએ જમણા હાથના બોલરથી દૂર જતા દડાને ખત્મ કરવાની વાત કરી હતી.

હરભજને કહ્યું 'તે ઓફ સ્પિનરનું સૌથી મોટું હથિયાર હોય છે અને તેને નજરબહાર ન રાખી શકાય. હરભજને કહ્યું, 'આ કદાચ ઓસ્ટ્રેલિયાનો દૃષ્ટિકોણ હોય પરંતુ મારે તેની સાથે કોઈ લેણા-દેણી નથી.

તેમણે કહ્યું ભારત સહિત ક્રિકેટ રમનારા બાકી તમામ દેશોમાં પ્રત્યેક ખેલાડી પોતાની બોલીંગમાં વિવિધતા લાવવા ઈચ્છે છે અને મને લાગે છે કે, યુવાઓએ તેને શીખવું જોઈએ.