શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ધોની મેસ્સી અને ઓબામાંથી વધુ પ્રભાવશાળી

ભારતને 28 વર્ષ પછી વિશ્વકપ ખિતાબ અપાવનારા ક્રિકેટ ટીમના કપ્તાન મહેંન્દ્ર સિંહ ધોનીને 'ટાઈમ' પત્રિકાની વર્ષ 2010ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં અમેરિકાના બરાક ઓબામા અને ફૂટબોલર લિયોનેલ મેસ્સી કરતા પણ ઉપર મુકવામાં આવ્યા છે.
N.D

આ 100 સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ધોનીનુ નામ 52માં સ્થાન પર છે અને ખાસ વાત તો છે કે આ યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. ધોની ઉપરાંત તેમા મુકેશ અંબાણી(61), વીએસ રામચંદ્રન(79), અજીમ પ્રેમજી(88)અને અરુણા રાય(89)નો પણ સમાવેશ છે.

ધોનીએ આ યાદીમાં મેસ્સીથી ઉપર સ્થાન બનાવ્યુ છે, જે ઓબામાથી એક સ્થાન નીચે 87માં નંબર પર છે. ગૂગલના કાર્યકારી અધિકારી વાઈન ધોનિસને આ યાદીમાં ટોચનુ સ્થાન મેળવ્યુ છે. તેઓ મિસ્રમાં 'આંદોલનના પ્રવક્તા' પણ બની ગયા હતા.