શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: કરાંચી , મંગળવાર, 21 એપ્રિલ 2009 (11:01 IST)

પાક ખેલાડી અમેરિકા લીગમાં

ન્યૂયોર્કમાં આંતર રાષ્ટ્રીય ટ્વેન્ટી 20 ટુર્નામેન્ટના આયોજનના પ્રયાસમાં રહેલા એક અમેરિકી વ્યવસાયીએ પાક પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક અને અન્ય છ ખેલાડીઓને આ વર્ષના અંતમાં થનાર આ ટુર્નામેન્ટ માટે કરાર બંધ કર્યા છે.

ઇંઝમામ ઉલ હકે આજે જણાવ્યું હતું કે, મને અને ઇન્ડિયન પ્રીમિયર લીગથી જોડાયેલા અન્ય છ ખેલાડીઓઓને કથિત અમેરિકી લીગ માટે કરાર બંધ કરવામાં આવ્યા છે.

ઇંઝમામે કહ્યું હતું કે, મેં રાણા નાવેદ અબ્દુલ રજ્જાક ઇમરાન નઝીર ઇમરાન ફરહત અઝહર મહમૂદ અને સકલીન મુશ્તાક આ લીગમાં રમવા માટે તૈયાર થઇ ગયા છે.