શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: કોલકાતા , બુધવાર, 26 ઑગસ્ટ 2009 (12:55 IST)

બંગાળ રણજી કોચ પદે રોજર બિન્ની

ભારતની વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા રોજર બિન્ની બંગાળની રણજી ટીમનું કોચનું પદ સંભાળશે.

બિન્ની બંગાળના સંભાવિત ખેલાડીઓ સાથે જોડાઈને પોતાના નવા દાવની શરૂઆત કરશે. તેમણે 23 જુલાઈના રોજ બંગાળ ક્રિકેટ સંઘ 'કૈબ'ના અધ્યક્ષ જગમોહન ડાલમિયા સાથે મુલાકાત કરી હતી.

બંગાળના 40 સંભાવિત ખેલાડી હવે બિન્નીની દેખરેખમાં અભ્યાસ કરશે. ત્યાર બાદ ટીમ દસથી 22 સપ્ટેમ્બર વચ્ચે હૈદરાબાદમાં યોજાનારા મુઈનુદ્દૌલા ગોલ્ડ કપથી પોતાના નવા સત્રની શરૂઆત કરશે.