શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: ગ્વાલિયર , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010 (15:16 IST)

બેવડી સદી ફટકારનાર સચિન એકલો નહીં !

ક્રિકેટપ્રેમી માટે આ ખબર કદાચ દુખદાયી છે. જો કે મંગળવારના રોજ ગ્વાલિયરમાં લિટલ માસ્ટરે વન-ડે ચાર દાયકાના ઈતિહાસમાં બેવડી સદી ફટકારીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો પરંતુ ભારતની જ ધરતી પર વન ડે માં આ ઘટના એટલે કે બેવડી સદી બીજીવાર ફટકારવામાં આવી છે.

આ સંયોગ જ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા વન ડેમાં પહેલીવાર બેવડી સદી ભારતમાં જ મારવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની સ્ટાર બેટ્સમેન બેલિંડા ક્લાર્કે 13 વર્ષ પહેલા 16 ડિસેમ્બર 1997ના રોજ ડેનમાર્કની મહિલા ટીમ સામે અણનમ 229 રન કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં 1997માં પાકિસ્તાનના સઈદ અનવરે 194 રન કર્યા હતા. ત્યારબાદ ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કાવેન્ટ્રીએ 2009માં અણનમ 194 રન કર્યા હતા પરંતુ વન ડેમાં બેવડી સદીનો શ્રેય માત્રને માત્ર સચિન તેંડુલકરને જાય છે.