શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 15 ફેબ્રુઆરી 2010 (12:47 IST)

ભજ્જીની ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ

ND
N.D
ઑફ સ્પિનર હરભજન સિંહે દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટમાં ત્રણ વિકેટ ઝડપીને ન તો માત્ર ભારતને પાછુ વાળ્યું પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પણ પૂરી કરી દીધી. હરભજને જૈક કૈલિસને આઉટ કરીને આ મેચમાં પોતાની વિકેટનું ખાતું ખોલ્યું. ત્યાર બાદ તેમણે સતત બે દડાઓમાં એશ્વેલ પ્રિંસ અને જેપી ડુમિનીને આઉટ કર્યાં.

આ મેદાન પર 2001 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈટ્રિક બનાવી ચૂકેલા હરભજન પાસે રવિવારે પણ હૈટ્રિકનો મૌકો હતો પરંતુ આ વખતે તેઓ ચૂંકી ગયાં. ડુમિની હરભજનનો 350 મો શિકાર બન્યાં. હરભજન પોતાના 83 માં ટેસ્ટમાં આ સિદ્ધિ સુધી પહોંચ્યાં છે. તે અનિલ કુબલે (619) અને કપિલ દેવ (434) બાદ 350 વિકેટ લેનારા ત્રીજા ભારતીય બોલર છે. આમ જોઈએ તો તેઓની પહેલા દુનિયાના 17 બોલરો આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યાં છે.

ભારતના ટોપ પાંચ ટેસ્ટ બોલર આ મુજબ છે --

અનિલ કુંબલે -- 619 વિકેટ (132 મેચ)


કપિલ દેવ -- 434 વિકેટ (131 મેચ)


હરભજન સિંહ -- 350 વિકેટ (83 મેચ)


જહીર ખાન -- 242 વિકેટ (72 મેચ)


જવાગલ શ્રીનાથ -- 236 વિકેટ (67 મેચ)

ભારત અપની ફિરકી બોલિંગ માટે પ્રખ્યાત છે પરંતુ આશ્વર્યજનક રીતે ભારતના ટોપ પાંચ બોલરોમાંથી ત્રણ ઝડપી બોલર છે. કુંબલે અને હરભજન બાદ ક્વોલ્લિટી સ્પિન બોલરની શોધ હજુ પણ જારી છે.